સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા પ્રેસ વાર્તામાં મમતા બેનરજીએ કહ્યુ કે આગામી વિધાનસભામાં સંયુક્ત રીતે લડવાનો વિચાર છે. એક મંચ પર આવવું પડશે, તેમણે કહ્યુ કે સોનિયા ગાંધી પણ ઇચ્છે છે કે વિપક્ષ એકજુટ થાય. તેમને પૂછવામાં આવ્યું કે સંયુક્ત મંચનું નામ શું હશે. મમતા બેનરજીએ કહ્યુ કે હજુ બાળકનો જન્મ શરૂ થયો નથી અને ચર્ચા શરૂ થઇ ગઇ છે, તેમણે કહ્યુ કે જીડીપીની સ્થિતિ ઘણી ખરાબ છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. ગેસ, ડીઝલ અને પેટ્રોલની કિંમત વધી રહી છે, તેમણે કહ્યુ કે ખેલા હજુ ખતમ નથી થયો. હવે આખા દેશમાં ખેલા થશે. ભાજપ વિરૂદ્ધ તમામ એકજૂટ થઇને લડાઇ કરો.

લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીએ તમામને એકજુટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થઇ શક્યા નહતા. મમતાએ કહ્યુ કે આશા છોડવી ના જોઇએ, એવુ નથી કે ગત વખતે તે લોકો સફળ થયા નથી, તો આ વખતે પણ સફળ નહી થાય, તેમણે જયપ્રકાશ નારાયણનું ઉદાહરણ આપતા કહ્યુ કે જયપ્રકાશ નારાયણને પણ સફળતા માટે લાંબી રાહ જોવી પડી હતી. મમતા બેનરજીએ કહ્યુ, આ ઘણો સાચો સમય છે કે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એકજુટ થાવ.

Bookmark Now (0)