નર્મદા: ગતરોજ ભાજપના આદિવાસી નેતા સાંસદ મનસુખ વસાવાએ દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિના SC-STના સમુદાયોના ગરીબી હેઠળ જીવન ગુજારતા લોકોના આંગણામાં ખુશાલી લાવવા વિવિધ પ્રશ્નોની રજુવાત સંસદમાં કરી સરકારને આના પર ઝડપથી કામ કરવા જણાવ્યું હતું.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ગતરોજ ચોમાસુ સત્ર દરમિયાન ભાજપ સાંસદ મનસુખ વસાવાએ દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિના સમુદાયના લોકોના વિવિધ પ્રશ્નોની રજુવાત કરી હતી મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગ દેશના સૌથી વધુ વંચિત વર્ગોમાં સમાવેશ પામે છે. દેશની આઝાદી પછી સંવિધાન નિર્માતાઓએ વંચિત વર્ગોને ભેદભાવથી છુટકારો મળે એટલે સંવિધાનમાં આરક્ષણ આપ્યું છે. શિક્ષા તથા નોકરીઓમાં વંચિત વર્ગોને આરક્ષણ આપવા માટે સંવિધાનમાં પ્રાવધાન અપાયું છે. પરંતુ સરકારની અનેક સામાજિક સુરક્ષા લક્ષી યોજનાઓ છતાં અનુસૂચિત જાતિ અને જનજાતિના સમુદાયના લોકો ગરીબી હેઠળ હજુ પણ પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવા કહ્યું કે આગામી સમયમાં ભારત દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને દેશના વિકાસની મુખ્યધારામાં લાવવા માટે સરકારે સઘન પ્રયાસ કરવો રહ્યો જો આમ ન થાય તો.. આવનારા સમયના પરિણામો અલગ હોય શકે છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here