ગુજરાત: આવતી 6 ઓગસ્ટના દિને ગુજરાતમાં લેવાનારી ગુજકેટની પરીક્ષા માટે બોર્ડે એક્શન પ્લાન જાહેર થઇ ગયો છે. આ પરીક્ષા રાજ્યમાં 34 જિલ્લા કેન્દ્રોની 574 સ્કૂલોમાંમાં યોજવામાં આવશે જેમાં 1.17 લાખ જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે.

Decision Newsની તપાસમાં જાણવા મળ્યું છે કે 6 ઓગસ્ટના દિવસે લેવાનારી પરીક્ષામાં ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડના 10,860 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. બોર્ડે પરીક્ષાના સમય અંગેની માહિતી પણ સ્થળ સંચાલકો દ્વારા પ્રચાર-પ્રસાર કરી દેવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા અલગ અલગ 34 કેન્દ્રો પર એ ગ્રૂપના 47,766, બી ગ્રૂપના 69,153 અને એ-બી ગ્રૂપના 397 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે. ગુજકેટની પરીક્ષા માટે 70554 વિદ્યાર્થીઓ અને 46762 વિદ્યાર્થિનીઓએ પરીક્ષાનાં ફોર્મ ભરાયાનું જાણવા મળ્યું છે.

બોર્ડની સાઈટ પરથી જાણવા મળ્યું છે કે 80670 વિદ્યાર્થીઓ ગુજરાતી, 35571 હિન્દી અને 1075 વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમથી પરીક્ષા આપશે. શિક્ષણ વિશેષજ્ઞોનું કહેવું છે કે માસ પ્રમોશન બાદ ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીનું યોગ્ય મૂલ્યાંકન ગુજકેટની પરીક્ષાથી જ થશે.