ડાંગ: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચીખલીના પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોના શંકાસ્પદ યુવાનોના આપઘાત સંદર્ભમાંમળેલી સોશ્યલ સાઈટ પર #We_want_justice અને #justice_for_ravisunildang હેસટેગ કરી આદિવાસી સમાજ દ્વારા 26 જુલાઈ સોમવાર સમગ્ર ડાંગ બંધ એલાન કર્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચિખલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજના બે યુવાનોનુ કસ્ટડીયલ ડેથ પોલીસ કર્મચારીઓ દ્વારા કરેલ અમાનુષી હત્યા અને આદિવાસી બાળકો સાથે થયેલ અત્યાચાર વિરોધ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ડાંગ આ બંધનુ એલાન કરવામાં આવ્યું છે જેની દરેક જનતા ડાંગ જીલ્લાના તમામ વેપારી એસોશિયેશન સરકારી ખાનગી સંસ્થા દરેક નોંધ જણાવાયુ છે

આદિવાસી સમાજના વઘઇના યુવાનોની માંગ છે કે સમાજના ચીખલીના પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોના કસ્ટડીયલ ડેથની યોગ્ય ન્યાયીક તપાસ થાય, આરોપી વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસીટી એક્ટનો ગુનો દાખલ થાય, જો હવે પછી આ રીતની કાર્યવાહી કરવા પહેલાં સૌપ્રથમ ગામના આગેવાનો સરપંચને જાણ કરવામા આવે, આદિવાસીઓ પર થતા અત્યાચાર કરતા અધિકારીઓ પોલીસ પ્રશાશન વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, પોલીસ દ્વારા થતા ખોટા ગુનાહ સંડોવણી કે લોકો પર થતા અત્યાચાર બંધ થાય હેરાનગતિ બંધ થાય એ છે.

Bookmark Now (0)