વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં કોરોના મહામારી સામે લડવા માટે ગામના યુવાનો દ્વારા ગ્રામ્યજનોમાં જાગૃતિ ફેલાવી અંક્લાછ ગામની રેફરલ હોસ્પિટલ દ્વારા ગામના આયુષ્યમાન ભારતની ઓફીસ ખાતે  કરવામાં આવી રહેલા વેક્સીનેશનમાં જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Decision Newsને જાણવા મળેલી માહિતી અનુસાર અંકલાછ ગામમાં આજે સવારથી અંક્લાછ ગામની રેફરલ હોસ્પિટલ દ્વારા ગામના આયુષ્યમાન ભારતની ઓફીસ ખાતે કરવામાં આવી રહેલા વેક્સીનેશન કરાવવા માટે લોકોની લાઈનો જોવા મળી હતી ગામના યુવાનો દ્વારા ઘરે-ઘરે જઈ લોકોને કોરોના મહામારીને ભયાનકતાથી વાકિફ કરી લોકોને વેક્સીનની જરૂરીયાત વિષે જાણકારી આપવામાં આવી હતી જેના કારણે ગામના લોકોએ એ મોટા પ્રમાણમાં વેક્સીન લીધી હતી.

અંકલાછ ગામનો અક્ષય ગાંવિત નામનો યુવાન Decision Newsને જણાવે છે કે ગામમાં એક માહોલ બની ગયો હતો કે વેક્સીન લેવાથી આડ અસર ઉભી થાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે એટલે કોઈ વેક્સીન લેવા તૈયાર ન હતું પણ અમે લોકોમાં પેદા થયેલા ભ્રમને દુર કરવા ગામના બધા યુવાનોએ મળીને વેક્સીન લીધી હતી ત્યાર બાદ ગામમાંથી મોટા પ્રમાણમાં લોકો વેક્સીનેશન કરાવ્યું હતું.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here