ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન ખાતે યુથ ક્લબ ઓફ રાનકુવા દ્વારા વડીલોને અવારનવાર લેવી પડતી દવાના ખર્ચમાંથી મુક્તિ અપાવવા માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી વિગતો મુજબ આજે ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન ખાતે યુથ ક્લબ ઓફ રાનકુવા દ્વારા વડીલોને અવારનવાર લેવી પડતી દવાના ખર્ચમાંથી મુક્તિ કઈ રીતે આપી શકાય એની વિસ્તૃત જાણકારી ડૉ.મિલિન્દ ધાએલ જનમિત્રમ ચેરીટેબલ ટ્રસ્ટ નવસારીના સંસ્થાપક તથા પ્રમુખશ્રી દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વડીલો લેવી પડતી દવાને વાર્ષિક કુરિયર ચાર્જ નહિવત જેવી ફિસ અને ઘરબેઠા ફ્રી માં મેડિસન પોહચાડવામાં આવશે જેનું રજિસ્ટેશન રાનકુવા ગામમાં ખારેલ રોડ સેન્ટ્રલ પ્લાઝા એપાર્ટમેન્ટ કરાવવાનું રહશે. જુઓ કાર્યક્રમની એક ઝલક..

આ પ્રસંગે યુથ ક્લબ ઓફ રાનકુવાના પ્રમુખ સુરેશભાઈ પટેલ ઉપપ્રમુખ ધવલ ગાંધી, મહા મંત્રી રાકેશ ગાંધી, મંત્રી સમ્રાટ .સી. ડઢાનીયા, સહ મંત્રી વિજય. કે રમાણી, ડૉ.મિલિન્દ ઘાએલ અને મોટા પ્રમાણમાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા.