વાંસદા: વર્તમાન સમયમાં પણ આદિવાસી સમાજ પોતાની પરંપરા અને સંસ્કૃતિને સાથે જીવન વિતાવી રહ્યા છે ત્યારે  નવસારીના વાંસદા ગામનાં પાટા ફળીયા ખાતે આદિવાસી રીત-રીવાજ મુજબ ગામના લોકો દ્વારા ભેગા મળી તેરાની હવાન કરવામાં આવ્યું હતું.

Decision News સાથે વાત કરતાં કિરણ પાડવી જણાવે છે કે વાંસદા ગામમાં થયેલા આ હવાનમાં ગામલોકો સૌ ભેગાં મળીને ગામદેવી (મરીમાતા)ની પૂજા કરી ગામદેવી પાસે સારા પાકની પશુ-પંખી માનવીનાં રક્ષણ માટેની આરાધના કરવામાં આવી હતી. ત્યાર બાદ ગામમાં હવાનની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ડાંગરની ગામલોકો રોપણી કરવાની શરુવાત કરી હતી.

આ પ્રસંગે માજી ગ્રામ પંચાયત સભ્ય સુનીલભાઈ ગણપતભાઈ ભાયકુ ભગત કિરણ પાડવી (પી.આઈ) મહેન્દ્રભાઈ બાબુભાઈ નરેશભાઈ રમેશભાઈ જીવુભાઈ દિલીપભાઈ મંગુભાઈ નિલેશભાઈ કમલેશભાઈ સુરેન્દ્રભાઈ પ્રફુલ્લભાઈ વગેરે તથા અન્ય ગામના વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા.