કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ભાજપ સંગઠનના લઘુમતી મોરચાના ઉપક્રમે નાનાપોઢાં ગ્રામ પંચાયત અને સી.એચ સીના કેમ્પસમાં શ્યામા પ્રસાદ મુખરજીના જન્મજયંતિ નીમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.

Decision Newsને મળેલી માહિતી અનુસાર કપરાડા તાલુકા ભાજપ સંગઠનના લઘુમતી મોરચાના ઉપક્રમે  નાનાપોઢાં ગ્રામ પંચાયત અને સી.એચ સીના કેમ્પસમાં શ્યામા પ્રસાદ મુખરજીના જન્મજયંતિ નીમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાંવિત વૃક્ષારોપણ પર્યાવરણ માટે મહત્વ સમજાવી બધા જ લોકોએ વૃક્ષારોપણ કરવા આગળ આવવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આપણને ઓક્સિજન મહત્વ સમજાઈ હતી. જિલ્લા પચાયત કારોબારી અધ્યક્ષ ગુલાબ રાઉત વૃક્ષારોપણની જરૂરિયાત સમજાવી કોરોનાનો ખાત્મો કરવા વેકસીન જરૂરી હોવાનું જણાવી અંધશ્રદ્ધાથી દુર રહી તમામે વેકસીન માટે આગળ આવવું જોઈએ તેમ જણાવ્યું હતું. APMC ચેરમેન અને જી.ભાજપ ઉપ પ્રમુખ મુકેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તાલુકા લઘુમતી સમાજ આગેવાન નાસિર પઠાણ, તાલુકા પ્રમુખ ઈકુ ભાઈ મકરાની મહામંત્રી સિદ્દીક શૈખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.