પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વ્યક્તિઓના જીવનમાં સુખ અને દુઃખ બન્ને સરખા ભાગે જોવા મળે છે. જેમાં 50 ટકા સુખ તો 50 ટકા દુઃખ આવતું હોય છે. દરરોજના વ્યક્તિ સવાર થી સાંજ સુધી ભૂતકાળ અને ભવિષ્યમાં ખોવાયેલો રહે છે. જ્યાં નિરાશા અને અફસોસ સિવાય વ્યક્તિને આનંદની ક્ષણ પ્રાપ્ત થતી નથી.

આપણે સુખ, શાંતિ, સમૃદ્ધિ મેળવવા માટેની યોજનામાં દોડધામ કરતા હોઈએ છીએ ધન કમાવવા નીકળતો વ્યક્તિ અનેક દુઃખના ડુંગરો સર કરતો હોય છે. આ દરમિયાન વ્યક્તિ અનેક માનશીક અને શારીરિક પ્રકારની બિમારીઓથી ઘેરાઈય છે અનેક આપણે નોતરેલી આકસ્મિક કોઈ પણ મહામારી બિમારીઓ તો વ્યક્તિ જીવતા હોવા છતાં પણ પોતાનામાં પ્રસન્ન રહેતો નથી. આવા કપરા ટાણે વ્યક્તિ પોતાની જિંદગી જીવવા માટે પણ હિંમત અને આત્મવિશ્વાસ હારી જતો જોવા મળે છે.

પ્રકૃતિએ વ્યક્તિઓને જીવન જીવવા માટે બધુ જ આ ધરતી પર આપ્યું છે. કોઈ કમી રાખી નથી. જેમકે હવા, પાણી, અગ્નિ, ધરતી, આકાશ, પ્રકૃતિમાં નેસર્ગીક કુદરતી સૌંદર્ય વાતાવરણ અને 5 હજાર વર્ષ પહેલાંની સંસ્કૃતિઓ જેઓ માણસોના જીવનમાં પલપલમાં મહેસુસ કરી શકે છે. બનાવટી ખુશીઓ પાછળ ભાગતો વ્યક્તિ આજે એ ભૂલી રહ્યો છે કે જીવનમાં ગમે એટલા રૃપિયાઓ, માલ મિલકત, ગાડી બગલો અહી જ મૂકી જવું પડે છે. ખાલી હાથે જવું પડે છે. વ્યક્તિ ગમે એટલી પ્રસિદ્ધિ નામના કે ધનવાન હોય પણ માણસ મર્યા પછી બે દિવસ પણ કોઈ નથી રાખતું અંતે કુદરતના પંચ તત્વમાં લિન થવાનું છે એ અંતિમ સત્ય છે.તો શા માટે આ હાય હાય..

આપણને પ્રકૃતિ પાસેથી અન્ય જીવો કરતાં સમજવાની શક્તિ મળી છે આપણે ધારેલું કાર્ય કરી સકવા સક્ષમ છીએ.જીવનમાં દરેક પરિસ્થિતિ સારી આવે કે ખરાબ પરંતુ આવી પરિસ્થિતિમાં પણ પ્રસન્નતા આનંદ ઉત્સાહ પૂર્વક સમાજ સાથે જીવન વિતાવીયે એજ તો માણસનું જીવન કહી શકાય. જિંદગી મળી છે તો જીવી લો દિલ થી કાલ નો દિવસ કેવો આવશે કોને ખબર.  ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ! આજની વર્તમાનની પલ પર જ આપણી આવતીકાલ સર્જન થશે

આવો પ્રકૃતિએ આપેલી આ અમુલ્ય ભેટો સાથે ખુશથી પ્રસન્નતા સાથે ભયભીત અને નિરાશા છોડી, માનશીક અને શારીરિક સ્વસ્થ શરીર રાખી સુખ, શાંતિ, આનંદ, ઉત્સાહ પૂર્વક પ્રેમના લાગણી ભર્યા એક-બીજા સંબધો કેળવી, એક -બીજાને સુખ દુઃખમાં સાથ આપી, મદદનો હાથ લંબાવી આવો આપણે આપણી જિંદગીને એક ઉત્સવ બનાવીએ. ચાલ ને જીવી લઈએ આ જિંદગી..!

લેખક: જયેન્દ્રભાઈ ગાંવિત, કપરાડા વલસાડ

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here