વાંસદા: ગતરોજ વાંસદાના સુખાબારી ગામમાં કેસર કેરીની સુખાબારી ગામના અને લિમઝર ગામના યુવાનો દ્વારા  દારૂનો નશો કરી ચોરી કર્યાની ઘટના સામે આવી છે જેમાં બંને પકડાઈ જતા અને માલિકે ફરિયાદ કરતા મામલો વાંસદા પોલીસ સ્ટેશને પોહચ્યો હતો

Decision Newsને સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર લિમઝર ગામે રહેતા દિલીપભાઈ( ટાઇગર) અને એક સુખાબારી ગામના નવાનગરના કમલેશભાઈ નામના બંને યુવાનોએ ગઈ કાલની રાતે લગભગ ૮:૦૦ વાગ્યાની આસપાસ સુખાબારી પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી રવજીભાઈ ગાવીતની વાડીમાં ચોરી કરવા માટે ગયા હતા તેઓ પોતાના કામને અંજામ આપી રહ્યા હતા ત્યાં જ રવજીભાઈ વાડીમાંથી અવાજ આવતા શંકા ગઈ અને એમણે જોયું તો બે યુવાનો કેસર કેરી તોડી કેરેટ ભરી રહ્યા હતા. રવજીભાઈ ચોર-ચોરની બુમ પાડતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને આ બંને યુવાનોને બરાબરનો મેથીપાક ચખાડતા બંનેએ ચોરી કર્યાનું કબુલ્યું હતું. આ બંને યુવાનો ખુબ જ દારૂના નશામાં હતા અને ગામના ઘટના સ્થળ પર હાજર લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે ‘કેમ ચોરી કરો છો તો એ યુવાનોનું કહેવું હતું કે દારૂ પીવા પૈસા નથી એટલે’  ત્યાંના હાજર લોકોનું કહેવું છે કે આ બંને યુવાનોએ આગલા દિવસે લીમઝર ગામમાં પણ ચોરી કરી હતી.

આ બાબતે રવજીભાઈ દ્વારા વાંસદા પોલીસને જાણ કરતા વાંસદા પોલીસ સત્વરે ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી અને આ બંને યુવાનોની ધરપકડ કરી વાંસદા પોલીસ સ્ટેશને લાવી પોલીસે ઘટના અંતર્ગતની આગળની કાર્વાહી હાથ ધરી હતી

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here