પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાત: વર્તમાન સમયમાં ધોરણ 10માં સરકારે બોર્ડ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની જાહેરાત તો કરી પણ ધોરણ 10નું પરિણામ કઈ રીતે આપવુ અને કઈ રીતે માર્કશીટ તૈયાર કરવી તે અંગે મોટી મુંઝવણો છે ત્યારે આ મુદ્દે સરકારે રચેલી તજજ્ઞોની કમિટીની બેઠક કરવામાં આવી છે.

મળેલી માહિતી અનુસાર ધો 10માં માસ પ્રમોશન બાદ માર્કશીટ અને ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો તેની મુંઝવણ વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ દિનેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. એક સપ્તાહમાં સરકાર દ્વારા તમામ માસ પ્રમોશન થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડી દેવામાં આવશે. એની  સાથે જ ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો તેને લઈને પણ સપ્તાહના અંતમાં નિર્ણય લઇ લેવામાં આવશે જેની સત્તાવાર જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવશે .

સરકાર ધોરણ 10ના પરિણામ માટેના નિયમો જાહેર કરશે. ત્યારબાદ ધોરણ દસના આઠ લાખ 37 હજાર વિદ્યાર્થીઓની માર્કશીટ પ્રિંટ થશે. અને સ્કૂલોમાં વિતરણ થશે. અને ધો. 11માં પ્રવેશની ગાઈડલાઈન્સ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.