નવસારી: વર્તમાન સમયમાં કોરોનાના કહેરમાં નવસારીનો ચીખલી પણ ઝપેટમાં આવી ગયો છે ગતરોજ નવસારીમાં નોંધાયેલા ૧૩૫ નવા કોરોના કેસોમાં માત્ર 87 કેસ તો ચીખલી તાલુકામાં જ નોંધાયા હતા. આમ ચીખલી તાલુકામાં અચાનક આવેલા કોરોના કેસોના વેવના કારણે સ્થાનિક સ્તરે ગંભીર સ્થિતિ નિર્માણ પામી હોવાનું મેડીકલ સાથે જોડાયેલા નિષ્ણાતો જણાવી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર ગતરોજ નવસારીના ચીખલી તાલુકામાં કોરોનાના કહેરની વેવ આવી છે માત્ર એક જ દિવસમાં 87 પોઝિટિવ કેસ તો સરકારી ચોપડે નોંધણી થઇ હતી.આ કેસોમાં મુખ્યત્વે કુકેરી, વેલણપુર, રૂમલા, સાદકપોર સહિતના ઘણા ગામોમાં જોવા મળ્યા હતા. આ અંગે સરકારી આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા સ્ટાફ પોતાનું નામ ન આપવાની શરતે Decision News ને જણાવે છે કે હાલમાં આરોગ્ય કેન્દ્રની સ્થિતિ ખુબ જ ગંભીર છે હોસ્પિટલોમાં રોજ નવા દર્દીઓ મોટા પ્રમાણમાં આવે છે પણ સ્થાનિક દવાખાનામાં હાલ પુરતી સુવિધાનો અભાવ હોવાના કારણે કેટલાંક મૃત્યુ પણ પામતા હોય છે.

હાલમાં નવસારીમાં 6,જલાલપોરમાં 20, ખેરગામમાં 4 તથા વાંસદા અને ખેરગામમાં બે-બે કેસ હતા. કોરોનાના એક દર્દીનું મૃત્યુ પણ થયું હતું. જિલ્લાનો કુલ મૃત્યુઆંક 128 થઈ ગયો હતો. રાહતની વાત એ છે કે ગતરોજ કોરોનાની સારવાર લેતા 122 દર્દી રિકવર થયા હતા.