નવસારી: વર્તમાન સમયમાં નવસારીનું સ્થાનિક આરોગ્ય તંત્ર છેલ્લા 15 દિવસમાં 5 કોરોનાના દર્દીના મૃત્યુ થયાનું અને રાજ્ય સરકારનો ચોપડે એક પણ મૃત્યુ ન થયાનું કહે છે પરંતુ હકીકત કઈક અલગ જ છે ખબર નઈ કેમ પણ કોરોનાથી થયેલા મૃત્યુ આંકને છુપાવવામાં આવી રહ્યાનું જણાય રહ્યું છે.

દિવ્યભાસ્કરના જણાવ્યા અનુસાર નવસારીના એક સ્મશાનગૃહેના કહેવા પ્રમાણે છેલ્લા ૧૫ દિવસમાં નવસારીમાં વિવિધ હોસ્પિટલમાંથી આવેલા 280 મૃતદેહને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ અપાયા છે. હાલના દિવસો દરમિયાન નવસારીમાં કોરોનાએ વિરાવળ સ્વરૂપ ધારણ કર્યું છે. લોકો મારી રહ્યા છે અને તંત્ર મૃત્યુના સાચા આંકડા બહાર લાવી રહી નથી.

આ જ હાલ દક્ષિણ ગુજરાતના અન્ય શહેરોના પણ છે. નવસારી જિલ્લાના સરકારી આરોગ્ય વિભાગની જેમ અન્ય જિલ્લામાં પણ કોરોનાના દર્દીની મૃત્યુની માહિતી ખોટી હોવાનું લોકો બુમો પડી રહ્યા છે. દિવ્યભાસ્કર પોતાના રીપોર્ટમાં નોંધે છે કે નવસારીના વિરાવળ સ્મશાનગૃહે 1 થી 25 દરમિયાન હોસ્પિટલોમાંથી 342 મૃતદેહ આવ્યા જેને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ અપાયો હતો. જેમાં 11 થી 25 એપ્રિલના 15 દિવસમાં જ 280 મૃતદેહને તો અગ્નિદાહ અપાયા હતા. આ તફાવત જિલ્લામાં થતા કોવિડ મૃત્યુની સંખ્યા બાબતે અનેક પ્રશ્નો ઉભા કરે છે. આગામી દિવસોમાં લોકનિર્ણય શું હશે એ જોવું રહ્યું.