ઉમરપાડા: વર્તમાન સમયમાં કોરોના મહામારીનું સંક્રમણ રોકવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામના વડીલો, સમાજ કાર્યકર્તા, જાગૃત યુવાનો, શિક્ષકો વગેરે સાથે મળીને આખા ગામમાં રોજ આયુર્વેદિક ઉકાળા વિતરણ અને કોરોના સંદર્ભે સાવધાની રાખવાના સૂચનો કરવામાં આવી છે.

Decision News સાથે વાત કરતા ગામના જાગૃત યુવાનો જણાવે છે કે ગામમાં રોજ સવારે 7:00 વાગ્યે છેલ્લા સાત-આઠ દિવસથી ઉકાળો બનાવી ગામના લોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે ગામમાં લોકોને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરીને બહાર નીકળવું, સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું, કામ વિના ઘરની બહાર ન નીકળવું., તાવ આવે તો નિયમિત દવા લેવી, તાવ આવવો ખાંસી થવી શરદી થવી માથું દુખવું શ્વાસ ની તકલીફ થવી જેવા લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવવો, રસી મુકાવવી જેવું જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે

ગામમાં ન્યુ જનરેશન પોતાના કર્તવ્ય સમજી ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે પૂરતી સાવચેતી રાખી કોરોનાને હરાવીને લોકોમાં જિંદગીનો જંગ જીતવા વિષે સમજાવાય રહ્યું છે. આ કોરોના મહામારીના અટકાયતના લોક જાગૃતિ વિષય પર જાગૃત યુવા વિજય વસાવા, મેહુલભાઈ, વિનુ ભાઈ વસાવા મહેંદ્ર વસાવા વગેરે લોકોને જરૂરી સૂચનો, માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Bookmark Now (0)