નવસારી: વાંસદા તાલુકાના ગ્રામ્યમાં કોરોના બે કાબુ થતા મોટાપાયે પોઝીટીવ કેસો નોધાઇ રહ્યા છે. ત્યારે વધતા જતા કેસની સ્થાનિક સ્તરે આવેલી શિવમ હોસ્પિટલ અને ઉદિત હોસ્પિટલ કોવીડ 19ના દર્દીઓથી ફૂલ થયાના સમાચારના આંતરિક સુત્રો પાસે મળ્યા છે સ્થાનિક સ્તરે હાલમાં પણ કોરોના કેસો ખુબ જ મોટા પ્રમાણમાં તહી રહ્યા છે

વાંસદાના સ્થાનિક જાગૃત નાગરિકોનું કહેવું છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આંકડાકીય રમત રમવામાં આવતી હોવાનું અને જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના કેસોના સાચા આંકડા બહાર ન પાડટુ નથી વાંસદાના શહેર અને ગ્રામ્યમાં દિન પ્રતિદિન વધતા જતા પોઝિટિવ કેસો એક તરફ લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું કરતા જાહેર જનતા સ્વસ્થના પ્રશ્ને ચિંતિત છે આ બાબત જિલ્લા આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક બાબત બની છે.

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના આરોગ્ય કેન્દ્રો રોજે રોજ લેવાતા સેમ્પલો પૈકી પોઝિટિવ કેસની તાલુકા અને જિલ્લા કક્ષાએ આપવામાં આવતી આંકડાકીય માહિતી અને સાંજને છેડે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી માહિતીના આકડામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.