દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વાંસદા: ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે 31મી ઓક્ટોબર, 2018ના રોજ ડિજીટલ વિલેજ પાયલોટ પ્રોજેક્ટના હેઠળ પાયલોટ પ્રોજેક્ટ અમલીકરણ ડિજીટલ વિલેજ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામને પણ ડિજીટલ વિલેજ બનાવાની વાતો પંથકમાં વેહતી થઇ છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં 700 ગ્રામ પંચાયત અને ગામમાં આ ડિજીટલ વિલેજ નામના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવનાર છે, જેમાં ગુજરાતની 33 ગ્રામ પંચાયત અને ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 33 ગ્રામ પંચાયત અને ગામોને આવરી લેવા માટે આશરે રૂ.326.70 લાખ ભંડોળની આવશ્યકતા છે. વાંસદાના પીપલખેડ ગામનો આ ગુજરાતના પસંદ કરાયેલા ગામોમાં સમાવેશ કર્યાની માહિતી પ્રસરી ગઈ છે.

પરંતુ ગામના સરપંચને ડિજીટલ ગામ વિશેની માહિતી પુછતા તેમણે કહ્યું કે, મારી પાસે કોઈ પણ પ્રકારની લેખિત માહિતી આવી નથી જ્યાં સુધી મારા હાથમાં લેખિત કાગળ ન આવે ત્યાં સુધી અમે આ બાબતે કોઇ પણ જવાબ ન આપી શકીએ. નવસારીના વાંસદા તાલુકાના પીપલખેડ ગામનો ડિજીટલ ગામ તરીકે વિકાસ થશે તો ગામના લોકોનું જીવન ધોરણ બદલાશે એ નક્કી છે.