ધરમપુર: દેશની જેમ જ રાજ્યમાં પણ ધીમે ધીમે કોંગ્રેસ પક્ષ નબળો થઇ રહ્યો છે સ્થાનિક નેતાઓ માનવામાં ન આવે એવા કારણો આપી આપીને રાજીનામું આપી રહ્યા છે અને સત્તા પક્ષે વેચાય રહ્યા છે આ નામોમાં વધુ એક નામ ગતરોજ જોડાય ગયું. ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ ડી પટેલે ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રમુખને પોતાનું રાજીનામું આપ્યું છે

પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ ડી. પટેલના આવેદનમાં જણાવ્યા અનુસાર હવે ‘હું કોંગ્રેસ પક્ષમાં કામ કરી શકું એવી પરિસ્થિતિમાં નથી જેથી હું કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છુ’ આ કારણ આપી તેમણે સ્થાનિક પ્રજાએ મુકેલા વિશ્વાસને તોડી નાખ્યો હતો. તેમણે ખરેખર જ્યારે પક્ષ મુશ્કેલીમાં મુકાયો છે અને જ્યારે સત્તા પક્ષ વતી ખરેખર પ્રજાના મુદ્દાઓ સત્તા પક્ષની સામે રાખવાનો સમય આવ્યો છે ત્યારે તેમણે પ્રજાનો અને પક્ષનો સાથ છોડી દીધો છે.


જો કોંગ્રેસમાંથી આ પ્રકારે રાજીનામાં આપીને સ્થાનિક પ્રજાના નેતાઓ પક્ષમાંથી ખસતા રહશે તો આવનારા સમયમાં કોંગ્રેસને બેઠું થવું ખુબ જ અઘરું સાબિત થશે. હવે આ કોંગ્રેસના નેતાઓ વધતા રાજીનામાં વિષે પક્ષ શું નિર્ણય લેશે એ જોવું રહ્યું.