નવસારી: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં દરેક પક્ષ પોતપોતાનું પ્રભુત્વ જમાવવાના પ્રયાસો આદરી ચૂકયું છે ત્યારે હાલમાં સત્તા પર રહેલો ભાજપ પક્ષ પોતાનું વિજય મિશન શરુ કરી દીધું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વાંસદા તાલુકામાં પોતાના પ્રચાર પ્રસાર માટેનું મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ૫:૦૦ની આસપાસ કરવામાં આવ્યું છે.
આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ભાજપના મોટા માથાઓ હાજર રહ્યા હતા જેમ કે નવસારી જિલ્લાના ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, વલસાડ-ડાંગના સાંસદ ડો કે.સી પટેલ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, વાંસદા તાલુકાના મહામંત્રી રસિક ટાંક, સંજય બિરારી અને મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વિજય મેળવવા માટેના પ્રયત્નો શરુ કરી દેવાનું કાર્યકરોને આહ્વાહન કરવામાં આવ્યું. પક્ષ અને વાંસદા તાલુકાના ઉમેદવારોને જીત અપાવવામાં પોતાની ભૂમિકા અદા કરવા જણાવાયુ હતું હવે આવનારો સમય અને લોકના નિર્ણયો જ નક્કી કરશે કયા પક્ષ પર વિજયી કળશ ઢોળાશે.