ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેર થતા દરેક પક્ષના કાર્યકર્તાઓ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે નવસારીમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને ચીખલી તાલુકાના સાદડવેલ ગામ ખાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટીનો જનસંવાદ કાર્યકર્મ યોજાયો હતો, આ કાર્યકર્મમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ નાનુભાઈ પટેલ, BTS જીલ્લા પ્રમુખ પંકજ પટેલ, ચીખલી તાલુકા BTP પ્રમુખ નિરવ પટેલ, ચીખલી તાલુકા BTS પ્રમુખ પંકજ પટેલ તેમજ વાંસદા, ખેરગા, ગણદેવી અને નવસારી તાલુકા અને જિલ્લાના BTS/BTPના તમામ હોદ્દેદારો તેમજ હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો હાજર રહ્યા હતા.

નવસારી જિલ્લામાં ભાજબ, કોંગ્રેસની સાથે સાથે ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ સક્રિય થઇ છે, અને તાલુકા જિલ્લામાં ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખિયો જંગ જામવાની સંભાવના જોવા મળશે.