ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક નજીવી બેદરકારીના પગલે કોઈને કોઈ જગ્યાએ રોજ અકસ્માતની ઘટના સામે આવતી હોઈ છે.

મળતી માહિતી મુજબ, આજે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જમાલિયા ગામ પાસે ઇકો વાન અને મહેન્દ્ર પીકપ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનામાં ઇકો ગાડીને આગળના ભાગમાં નુકશાન થયું છે. જેમાં ઇકો વાન નંબર GJ 21 AM4686 અને મહેન્દ્ર પીકપ ગાડી નંબર GJ 19 X 0192 વચ્ચે અકસ્માત થયો હતો.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તંત્રની બેદરકારીને કારણે, ગ્રામ્ય વિસ્તારમાં ખાલી બ્રિજ બનાવીને તરછોડી દેવાઈની ઘટના સામે આવી રહી છે. જમાલિયામાં અકસ્માતને નોતરું આપતો બ્રિજ કોઈ પણ પ્રકારની નિશાની આપવામાં આવી નથી જેના કારણે અકસ્માતની ઘટના બનતી હોઈ છે. તંત્રની બેદરકારીને કારણે આવા બ્રીજો હજુ કેટલા લોકો ના જીવ જોખમમાં મૂકશે? આવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. રસ્તા પર કોઈ પણ પ્રકારની નિશાનીઓ જોવા મળતી નથી.