World Wetlands Day દર વર્ષે 2જી ફેબ્રુઆરીએ ઉજવાય છે. પ્રકૃતિ માટે વેટલેન્ડ્સનું મહત્વ કેટલું છે તે યાદ કરાવવા માટે દર વર્ષે 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આપણા ગ્રહ પૃથ્વી પર વેટલેન્ડ્સનું મહત્વ ઘણું વધારે છે. તેનું મહત્વ સમજાવવા અને તે અંગે જાગૃતિ લાવવા સમગ્ર વિશ્વમાં 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. 2જી ફેબ્રુઆરી 1971માં ઇરાનના રામસરમાં વેટલેન્ડ્સના વૈશ્વિક મહત્વ વિશે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. તેની જયંતિ રૂપે પણ આજના દિવસની ઉજવણી વર્લ્ડ વેટલેન્ડ્સ ડે તરીકે કરવામાં આવે છે.

જે ભૂમિ ભાગમાં કે વિસ્તારમાં કાયમી કે પછી અમુક સિઝન પુરતુ પાણી ભરાઈ રહેતું હોય તેને વેટલેન્ડ્સ કહેવાય છે. અહીં એક પ્રકારની ઈકો સિસ્ટમ વિકસિત થાય છે. પાણીમાં થતી વનસ્પતિઓ આવા વિસ્તારમાં ઉગે છે અને તેના કારણે ઘણાં યાયાવર પક્ષીઓ પણ આવા વિસ્તારમાં આવે છે.

વેટલેન્ડ્સ બે પ્રકારના હોય છે. એક તો દરિયા કિનારાના વેટલેન્ડ્સ જેમાં ખારાપાણીના, મેનગ્રુવ્સના વૃક્ષોવાળા, લગુન્સ અને કોરલના વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે. બીજા હોય છે ઈનલેન્ડ. જેમાં નાના તળાવ, અને સરોવરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 831 વેટલેન્ડ્સ આવેલા છે. ગુજરાતની ત્રણ બાજુ દરિયાકિનારો મળ્યો હોવાથી અહીં 438 જેટલા દરિયાઈ વેટલેન્ડ્સ અને 393 જેટલા ઈનલેન્ડ વેટલેન્ડ્સ છે. નળ સરોવર સારી રીતે સચવાયેલુ વેટલેન્ડ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે અને તેમને જોવા પ્રવાસીઓ પણ અહીં વધારે આવે છે.

બીજી ફેબ્રુઆરીના દિવસે દર વર્ષે આ વર્લ્ડ વેટલેન્ડ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે પણ વર્ષ 1997 સુધી તેની જાણકારી લોકોને નહોતી. ધરતી માટે વેટલેન્ડ્સનું મહત્વ કેટલુ છે તે સમજાવવા માટે જ આજના દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દિવસે પર્યાવરણપ્રેમીઓ ભેગા થઈને તેમનો પ્રકૃતિ પ્રેમ પ્રદર્શિત કરે છે. સેમિનાર, પ્રદર્શન કે વિવિધ અભિયાન દ્વારા પર્યાવરણપ્રેમીઓ વેટલેન્ડ્સનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વર્ષ 2015થી વેટલેન્ડ્સ ફોટો કોન્ટેસ્ટનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અનેક ફોટોગ્રાફર્સ ભાગ લેતા હોય છે. વર્લ્ડ વેટસેન્ડ્સ ડે 2021ની થીમ ‘વેટલેન્ડ્સ એન્ડ વોટર છે.