ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ સામે ખેલાડીઓનો ક્વોરન્ટાઈન સમય પૂરો થઈ ગયો છે. ત્યારબાદ બંને ટીમોના ખેલાડીઓએ ટેસ્ટ સિરીઝ માટે તેમની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. BCCI ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

https://twitter.com/BCCI/status/1356486438792032256?s=20

ટીમ ઈન્ડિયાએ 5 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સાથે ચાર મેચની ટેસ્ટ સિરીઝ શરૂ કરવાની છે. આ સિરીઝની પહેલી મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમના કોરોના માટે નિયમિત અંતરાલે ત્રણ ટેસ્ટિંગ કરાયા હતા અને તમામ પરિણામો નેગેટિવ આવ્યા છે. જે બાદ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે.

શ્રીલંકાના પ્રવાસ પર ન જનારા બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને ઇંગ્લેન્ડના રોરી બર્ન્સનો પૃથકવાસ પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યો છે અને તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભારતીય ટીમ છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ઓસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતીને આત્મવિશ્વાસથી ભરેલી છે. ગયા મહિને ભારતે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હરાવી હતી. ભારતીય ટીમ હાલ ઉત્સાહથી ભરેલી છે, અને પ્રેક્ટિસ શરુ કરી દીધી છે.

Bookmark Now (0)