૩૦ જાન્યુઆરીએ આજે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક સરકારી કચેરીઓમાં સવારે ૧૧:૦૦ કલાકે શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, જે અંતર્ગત કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ મથકમાં પણ શહીદો માટે બે મિનિટનું મૌન પાડી દેશના માટે જીવન ન્યોછાવર કરનાર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.

નાનાપોંઢા પોલીસ મથકના PSI આર.જે ગામીતના નેતૃત્વમાં પોલીસ મથકના તમામ સ્ટાફ દ્વારા સવારે ૧૧:૦૦ કલાકે પોલીસ મથકના પટાંગણમાં ભેગા મળીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, સાથે આજે ગાંધી નિર્વાણ દિવસ હોય જેથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ યાદ કરવામાં આવ્યા હતા, સત્ય, અહિંસા અને તેમના મૂલ્યોને આજે પણ સમગ્ર વિશ્વ યાદ કરે છે, ત્યારે આજે નાનાપોઢા પોલીસ મથકના પોલીસ જવાનોએ શહીદ દિવસની ઉજવણીના ભાગ રૂપે બે મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી.

By બિપિન રાઉત