રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 380 કેસ નોંધાયા છે. જેની સામે 637 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4381 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.74 ટકા છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 89, સુરતમાં 81, વડોદરામાં 85, રાજકોટમાં 48, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 7, આણંદમાં 6, ભરૂચ, ખેડા અને કચ્છમાં 5-5 સહિત કુલ 380 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં 1-1 મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 160, સુરતમાં 94, વડોદરામાં 188, રાજકોટમાં 82, કચ્છમાં 21, ગાંધીનગરમાં 13, દાહોદમાં 10 સહિત 637 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે

રાજ્યમાં અત્યારે કુલ 4086 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 45 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 4041 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,51,400 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.