રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 390 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યભરમાંથી 707 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસના વળતા પાણી છે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 94, સુરતમાં 85, વડોદરામાં 94, રાજકોટમાં 45, પંચમહાલમાં 9, કચ્છમાં 8, નર્મદામાં 7, ડાંગમાં 6, દાહોદમાં, ગીરસોમનાથમાં 5-5, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 8, ભાવનગરમાં 3, જૂનાગઢમાં 5, અમરેલી,આણંદ, જામનગરમાં 2-2, વલસાડમાં 2, અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ મળીને કુલ 390 કેસ નોંધાયા છે.
રાજ્યમાં હવે એક્ટિવ કેસનો આંકડો 4345 પર પહોંચી ગયો છે જે પૈકીના 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 4299 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,50,763 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે 4379 દર્દીઓનાં મૃત્યુ થયા છે.
રાજ્યમાં આજે 707 વ્યક્તિ સાજા થઈને ઘરે ગયા છે જ્યારે 3 વ્યક્તિનાં દુ:ખદ મોત થયા છે. આ વ્યક્તિમાં અમદાવાદના 2, સુરતનો 1 મળીને કુલ 3 મોતનો સમાવેશ થાય છે. રાજ્યનો રિકવરી દર 96.64%એ પહોંચ્યો છે