કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દિલ્હીની સરહદ પર ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન 60માં દિવસે પણ ચાલુ છે. 10 વખત વાતચીત કર્યા બાદ પણ ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાન થયું નથી. 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં થનારી ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા માટે ખેડૂતોના પહોંચવાનો સિલસિલો શનિવારે પણ ચાલુ રહ્યો. દિલ્હીની સરહદ પર લાખો ટ્રેક્ટર પહોંચી ગયા છે.
સિંધુ બોર્ડર પર પંજાબ ખેડૂત સંઘર્ષ સમિતિના સતનામ સિંહ પાનુએ કહ્યુ કે કેટલાક ખેડૂત ગણતંત્ર દિવસે થનારી ટ્રેક્ટર રેલી માટે દિલ્હી આવી રહ્યા છે. અમે દિલ્હીના બાહરી રિંગ રોડ પર રેલી કરીશુ. એનાથી કોઈ ફરક નથી પડતો કે દિલ્હી પોલીસ અનુમતિ આપે છે કે નહીં. કૃષિ કાયદા વિરૂદ્ધ ટિકરી બોર્ડર પર ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન આજે 60માં દિવસે પણ ચાલુ છે. એક પ્રદર્શનકારીએ જણાવ્યુ કે આજે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી ઘણા ટ્રેક્ટર આવી રહ્યા છે. અમે 26 જાન્યુઆરીએ શાંતિપૂર્ણ ટ્રેક્ટર પરેડ કાઢીશુ.
26 મી જાન્યુઆરીએ દિલ્હીમાં થનારી ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા માટે ખેડૂતોના જવાનો સિલસિલો શનિવારે પણ ચાલુ રહ્યો. પંજાબ, હરિયાણા, યુપી વગેરે રાજ્યોમાંથી લગભગ પાંચ હજાર ટ્રેક્ટર લઈને ખેડૂત દિલ્હીની સરહદ પર એક દિવસમાં પહોંચી ગયા છે. ત્યાં દિલ્હીના તમામ સંપર્ક માર્ગ પોલીસે સીલ કરી દીધા છે. પંજાબમાં AAPએ ખેડૂતોના ટ્રેક્ટર માર્ચના સમર્થનમાં મોટર સાઈકલ રેલી કાઢી. બઠિંડામાં બેઠક કરવા પહોંચેલા ભાજપ નેતાઓએ ખેડૂતના વિરોધનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે સામાન્ય તકરાર પણ થઈ.
ખેડૂત નેતા ગુરવિંદર સિંહ, ગુરદેવ સિંહ અને કાશ્મીર સિંહે જણાવ્યુ કે ખેડૂત પોતાની સાથે ખાદ્ય સામગ્રી અને અન્ય જરૂરી સામાન લઈને જઈ રહ્યા છે. અમૃતસરમાં નેતા સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા બાદ હજારો ખેડૂત ટ્રેક્ટર-ટ્રોલીઓની સાથે સિંધુ બોર્ડર માટે રવાના થયા. ટ્રેક્ટર પર કેસરી અને વાદળી રંગના ઝંડા લગાવીને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહેલા ખેડૂતોએ કહ્યુ કે જ્યાં સુધી કૃષિ કાયદા પાછા લેવાશે નહીં ત્યાં સુધી તેઓ પાછા ફરશે નહીં.