પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી : વાંસદા તાલુકાના ભાજપના અનુસુચિત જનજાતિ મોર્ચાના ૧૦૦ જેટલા કારોબારી સભ્યોએ રાજીનામાંનો પત્ર નવસારી જીલ્લાના અનુસુચિત જનજાતિ પ્રમુખ ડૉ પંકજ કુમાર પી પટેલને આપવામાં આવ્યું છે

અનુસુચિત જનજાતિ મોર્ચાના સભ્યો નવસારી જીલ્લાના પૂર્વ પ્રમુખ અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની આદિવાસી વિરીધી નીતિ અપનાવવાની સાથે જીલ્લાના આદિવાસી કાર્યકરોને લગભગ દરેક ગામમાં અંદરોઅંદર લડાવીને આંતરિક જૂથબંધી કરે છે આરોપ લગાવવામાં આવી રહ્યો છે

રાજીનામાં આપનારા સભ્યોનું કહેવું છે કે સરકારના વિવિધ વિભાગોમાં ખાસ કરીને આદિવાસી તાલુકાઓમાં એવા વાંસદા ચીખલી ખેરગામ વગેરે આદિવાસીઓના પ્રશ્નોએ કોઈપણ પ્રકારનો સહકાર આપતા ન હતા વારંવાર કાર્યકર્તાઓને ખાસ કરીને વાંસદા અને ચીખલીના કાર્યકર્તાઓને જણાવતા કે મારે વાંસદા વિધાનસભા જોડે કોઈ લાગતું વળગતું નથી અને મને આદિવાસીઓ મત આપતા નથી અને હું તો માત્ર ઉજળીયાતોના મતો થી જ જીતું છુ એમ કહી અપમાનિત કરતા હોવાથી અનુસુચિત જનજાતિના કાર્યકર્તાઓમાં રોશની લાગણી જોવા મળી રહી છે.