થોડાજ સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષના અગ્રણીય નેતાઓ દ્વારા ગઈ કાલે વાંસદા જીલ્લા પંચાયત સીટની બેઠક મનપુર હેલીપેડના મેદાનમાં બેઠક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રદેશ ભાજપ મંત્રી શીતલબેન સોની, નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારી જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ નાયક ભગુભાઈ પટેલ, શિવેન્દ્રસિંહ સોલંકી, વિરલભાઈ વ્યાસ તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ પટેલ, મહામંત્રી સંજયભાઈ એફ.સી.આઈના સદસ્ય રાકેશ શર્મા તથા જીલ્લા સીટમાં આવનાર ગામોના સરપંચો અને આગેવાનોએ સાથે ગામના લોકો પણ સામેલ થયા હતા

આ બેઠકમાં  મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા તેઓ ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા આ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં ભાજપનો ભગવો લહેરાવા માટે ગતિશીલ કામ કરવા જણાવાયું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.