પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડવા છતાં ઉનાળાની ઋતુમાં લોકોને પાણી માટે વલખાં મારવાની દશા આવે છે જો પાણી સંગ્રહ કરી પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ઉનાળાની આ સમસ્યા દુર કરી શકાય છે જેનું ઉતમ ઉદાહરણ ડાંગનાં સુપદહાડ ગામનાં લોકો દર વર્ષે બોરી બંધ બાધી પુરૂં પાડે છે.

મળતી માહિતી પ્રમાણે ડાંગ જીલ્લામાં આવેલા સુપદહાડ ગામનાં ગ્રામજનોએ પાણી બચાવવાનો સરળ ઉપાય શોધી કાઢ્યો છે. સરપંચ અને ગ્રામજનો દ્વારા દર વર્ષે ડેમ ઉપર બોરીબંધ બાંધીને પાણીનો સદુપયોગ કરવામાં આવે છે. જેના પગલે મહદઅંશે ઉનાળામાં સુપદહાડ ગામનાં લોકોને પાણીની તકલીફો વેઠવાનો વારો આવતો નથી.

સુપદહાડ ગામ અંબિકા નદીનાં કિનારે આવેલું છે. વરસાદના દિવસો ગયા બાદ અંબિકા નદીનાં વહેણ ઘટે અને નદી સુકાય તે પહેલા સૂપદહાડના લોકો નદીના વહેતા પાણીને અટકાવી તેનો સદુપયોગ કરે છે ગામના લોકો નદી પર શ્રમદાન કરી દર વર્ષે બોરીબંધ બાધે છે જેના થકી ગ્રામજનોને પીવાનાં પાણી, પશુપાલન, ખેતીમાં પાણીની સમસ્યા નડતી નથી. આ બોરીબંધમાં સંગ્રહિત પાણી ફિલ્ટર થઈ નજીકનાં કૂવામાં આવે છે જે કૂવામાંથી પાઇપલાઇન મારફત દરેક લોકોના ઘરેઘર પાણી પહોંચાડવામાં આવતું હોય છે. ગ્રામજનો દ્વારા લેવાયેલા આ સહયારા નિર્ણય ખરેખર પ્રશંસનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.