વર્તમાન વડા પ્રધાનએ સ્વચ્છ ભારત અભિયાન રૂપે એક ઝુંબેશ ચલાવી હતી. આ મિશનની દેશમાં ખૂબ વ્યાપક અસર પડી હતી. પરંતુ તે પછી પણ, દેશમાં એક એવું સ્થળ હતું આ અભિયાન પહેલા જ આ ગામએ સ્વચ્છતાના સંદર્ભમાં એક ઉદાહરણ રૂપ હતું. મોલિંનોન્ગ નામનું આ ગામ મેઘાલયની પૂર્વ ખાસી હિલ્સમાં આવેલું છે. આવો જાણીએ ગામની વિશેષતાઓ…

ગામની સુંદરતાનો અંદાજ એ વાત પરથી ભગવાનનો બગીચો કહેવાય છે. ગામ ઘણા વર્ષોથી સ્વચ્છતા માટે પ્રખ્યાત થયેલું છે. ગામમાં વૃક્ષોના મૂળથી પુલ બનાવવામાં આવ્યા છે. આ પુલોની સુંદરતા જોવાલાયક છે અને તે ટ્રેકિંગ માટે વખણાય છે.

મજાની વાત તો એ છે કે ગામમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ પણ વાંસથી બનેલા ડસ્ટબીનનો અહીં ઉપયોગ કરવામાં આવે છે. ગામમાં લોકો સામાન માટે લાવવા લઇ જવા કપડાંની બનેલી બેગનો ઉપયોગ થાય છે. ગામમાં બાળકો પણ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખે છે. ગામમાં ૧૦૦% બધા લોકો શિક્ષિત છે. આ આદર્શ ગામમાં લોકો ઝાડ માટે ખાતર બનાવવા માટે ખાડામાં કચરો નાખતા જોવા મળે છે.

આ ગામમાં બાળકોને અટક માતાની મળે છે ગામમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે છે. પૈતૃક સંપત્તિ માતા ઘરની સૌથી નાની પુત્રીને આપે છે. ગામના સુંદર ડેસ્ટિનેશન આ ગામ ધોધ, ટ્રેક, લિવિંગ રુટ બ્રિજ, ડોકી નદી માટે પ્રખ્યાત બન્યા છે. અહિ પ્રાકૃતિક સુંદરતા પણ જોવા લાયક છે.મુલાકાત લેવી..ન લેવી..નિર્ણય તમારો