વલસાડ: પારડી તાલુકાના અંબાચ ગામ ખાતે ખેરલાવ ડુમલાવ અંબાચ ગામ દ્વારા ભેગા મળીને ક્રિકેટમાં એકતા કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો દરેક ટીમના ખેલાડીઓમાં એકતા કપ મેળવવાનો ભારે ઉત્સાહ જોવા મળતો હતો.
પારડી તાલુકામાં અંબાચ ગામે એકતા ગ્રુપ દ્વારા આયોજિત અંબાચ, ખેરલાવ, ડુમલાવ (ADK) ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા દિવસે કપરાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઇ ચૌધરી, પારડી તાલુકા સરપંચ સંઘના પ્રમુખશ્રી દીક્ષાંત ભાઈ, પારડી તાલુકા ભાજપ યુવા પ્રમુખશ્રી અંકિત ભાઈ, ઉપપ્રમુખશ્રી મયંકભાઇ, અંબાચના સરપંચશ્રી જ્યંતિભાઈ, તથા ગામના આગેવાનોમાં નટુભાઈ, ચંદ્રકાન્ત ભાઈ હાજર રહ્યા હતા.
ધારાસભ્ય જીતુભાઈ દ્વારા આ એકતા કપમાં ભાગ લઇ રહેલી ટીમોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેમણે દરેક ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું કે જો તમે પોતાની ટીમ માટે સંગઠિત થઇ મહેનત કરશો તો તમે તમારી ટીમને વિજય આપવવામાં જરૂર સફળ થશો. તેમણે વધુમાં કહ્યું કે આ એકતા કપ દ્વારા સમાજમાં પણ એકતા વધે એવો સંદેશ આપવામાં આવ્યો હતો. જે યુવા જાગૃતિની નિશાની છે એમ કહી શકાય.
એકતા કપમાં ફાઇનલ મેચમાં કિંગ મેકર્સ ટીમ વિજેતા બની અને રનર્સ ટીમ ખેરલાવ લાઈન્સ રહી હતી દરેક ટીમ એડી-ચોટીનું જોર લગાવી વિજેતા બનવા માટેના પ્રયાસ કરતી જોવા મળી હતી. વિજેતા ટીમને એકતા કપ કપ સાથે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.