અમદાવાદમાં ખાખી પહેરી રોફ જમાવતી નકલી પોલીસ અસલ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. કારંજ પોલીસે બે નકલી પોલીસની ધરપકડ કરી છે. બહુરૂપી બની પૈસા પડવા નીકળતા આરોપીએ અનેક લોકોને શિકાર બનાવ્યા છે. પોલીસના વેશમાં માસ્કના ફડિંગના નામે વેપારીઓ પાસે પૈસા પડાવતાં હતા. નકલી પોલીસ બની રોફ જમાવતા રાજેશ બહુરૂપી અને જગદીશ ઉર્ફે ધારા હીરાવત બન્ને રિલીફ રોડ પર આવેલ દુકાનોમાં વેપારીને માસ્ક ફડિંગ નામે પૈસા પડાવી રહ્યા હતા. જેની કારંજ પોલીસને માહિતી મળતા નકલી પોલીસને રંગેહાથ ઝડપી લીધી. જો કે પોલીસે તપાસ કરતા નકલી પોલીસ છેલ્લા 3 દિવસથી રિલીફ રોડ પર અનેક વેપારીઓને માસ્કના નામે શિકાર બનાવી પૈસા પડાવી લીધા છે.
નકલી પોલીસ રાજેશ બહુરૂપી અને જગદીશ ઉર્ફે ધારા હીરાવત દુકાનોમાં વેપારીઓ માસ્ક ફડિંગ નામે પૈસા માગીને દુકાન કામ કરતા કારીગરો ગણતરી કામ કરવાનું છે. તેમ કહી નકલી પોલીસ દ્વારા વેપારીઓને ધમકાવી કહેતા હતા કે માસ્ક ફંડીગ પૈસા નહિ આપો તો દુકાનમાં માણસો માસ્ક નહી પહેરાવના મેમાં 5 હજાર દંડ આપવા પડશે. આમ કહીને બે અલગ અલગ વેપારી પાસે 1700 રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસ તપાસ કરતા છેલ્લા 3 મહિનાથી શહેર અલગ અલગ જગ્યા પર અનેક લોકો ટાર્ગેટ બનાવી પૈસા પડાવી લીધા છે. ત્યારે અસલાલી પાસે એક કપલ પાસે 2 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બહુરૂપીઓ અલગ અલગ વેશ બદલીને પણ રૂપિયા પડાવતાં હોવાનું સામે આવ્યું છે. નકલી પોલીસ બનેલ બહુરૂપીઓ ખાખી કપડાં ક્યાંથી લાવ્યા છે જે મામલે પૂછપરછ શરૂ કરી છે. સાથે જ અત્યાર સુધી કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે જેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.