ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાનો લેટર બોમ્બ ફોડતાં સ્થાનિક રાજકારણ સહિત ભાજપ પક્ષમાં હડકંપ મચી ગયો છે. ભાજપનું મૌવડી મંડળ હજી તેમને મનાવે તે પહેલાં જ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 29 આગેવાનો તેમજ કાર્યકરોએ પણ પક્ષમાંથી રાજીનામા ધરી દીધું છે.
ભાજપ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ અચાનક રાજીનામાની પત્ર વાઇરલ કરતા ભાજપ કાર્યકરોમાં ફફળાટ ફેલાયો હતો. એટલું જ નહીં ભરૂચ નર્મદા સહિત સમગ્ર આદિવાસી પટ્ટી પર આદિવાસીઓના હક્કો માટે લડાઈ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાના રાજીનામાં લઈને ભરૂચ ,વાલિયા નર્મદા સહિતના આગેવાનો તેમને મનાવવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બપોર બાદ મનસુખ વસાવાને લઈને તેમના સમર્થનમાં અમારા સાંસદ નહીં તો અમે નહીં કહી ભાજપ સાગબારા સંઘઠનના પ્રમુખ, મહામંત્રી, માજી જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા આમ 29 જેટલા લોકોએ મનસુખ વસાવાના સમર્થનમાં રાજીનામા આપ્યા હતા. આ સાથે અન્ય લોકો પણ રાજીનામાં આપવા તૈયાર થઈ ગયા છે.
સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારામાં પડયા રાજીનામાં, ભાજપ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારા તાલુકા ભાજપ પ્રમુખ મોતીસિંગ દિવ્યાભાઈ વસાવા, મહામંત્રી દિવેશ ભંગાભાઈ વસાવા, પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ મનજીભાઈ વસાવા, સાગબારા તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશ મનજીભાઈ વસાવા અને સાગબારા તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારો, સક્રિય કાર્યકરો, સરપંચો સહિત 29 લોકોએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે સરકાર નારાજ નેતાઓને મનાવવામાં સફળ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.