આજે ડેડીયાપાડા અને સાગબારાના ખેડૂતો દ્વારા તાલુકાના જનસેવા કેન્દ્રની સામે ટેકાના ભાવ મળી રહે તે માટે CCI કેન્દ્રની માંગણી કરવા માટે કોરોના મહામારીને ધ્યાનમાં લઇ સોશ્યલ ડીસન્ટન્સ સાથે અનિશ્ચિત ધરણા ઉપર બેઠા છે
આજ રોજ સવારે ખેડૂતોએ પોતાના સ્થાનિક વિસ્તારમાં પોતાના રોકડિયા પાકોમાં ટેકાના ભાવ મળે તે માટે અનિશ્ચિત સમય ના ધારણા પર બેઠા છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગો નહિ સંતોષાય અને અને ટેકાના ભાવ મળી રહે તેનું કેન્દ્ર સ્થાનિક વિસ્તારમાં ચાલુ કરવા નહિ આવે ત્યાં સુધી આ આમારા ધારણા ચાલુ જ રહશે
આ ધરણામાં બેઠેલા સમાજના હિતેચ્છુક અશ્વિનભાઈજણાવે છે કે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં જોઈએ તો ત્યાના ખેડૂતોના મોટાભાગના પાકોને સરકાર ટેકાના ભાવ આપી ખરીદે છે ત્યાં ટેકાના ભાવ મળી રહે તે માટે સરકારે સુવિધા ઉપલબ્ધ કરાવી છે જયારે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આ સુવિધા મોટાભાગના પાક ઉત્પાદન પર ટેકાના ભાવ મળતા કે સરકાર ખરીદતી નથી જેના કારણે ખેડૂત પોતાના પાકનો સંતોષકારક ભાવ મેળવી શકતો નથી આ અન્યાય હવે સાંખી લેવામાં આવશે નહિ હવે સરકારે આદિવાસી વિસ્તારોમાં પણ ખેડૂતોને ટેકાના મળવા જોઈએ.
ધરણામાં ખેડૂતો પોસ્ટર પ્રદર્શન અને સ્લોગનો દ્વારા પોતાની માંગણી કરી રહ્યા છે તેઓ જણાવે છે કે અમે વર્ષના ૩૬૫ દિવસ કામ કરીએ છે અને અમને નુકશાન વેઠીને વેચવું પડે છે પોતાના નફાની તો વાત દુર છે પણ પુરતો ભાવ પણ મળતો નથી.
આમ દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આ ધરણા ઉપર સરકાર શું નિર્ણય લે છે એ આવનારો સમય બતાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.