ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ મેચ એડિલેડમાં રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ પિંક બોલ ટેસ્ટની શ્રેણીની પ્રથમ ટેસ્ટ એડિલેડમાં રમાવા જઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટોસ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે, વિકેટ ઘણી સારી છે. આ પહેલીવાર છે જ્યારે ટીમ ઇન્ડિયા વિદેશી જમીન પર પિંક બોલ ટેસ્ટ રમી રહી છે. છેલ્લી વખત ભારતીય ટીમે આ જ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાને 2-1 થી હરાવ્યું હતું, અને આ વખતે પણ આ જ આશા રાખવામાં આવી રહી છે. બંને ટીમોએ તેમના પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે.

પ્રથમ ટેસ્ટ વર્ષ 1948 માં રમવામાં આવી હતી જ્યારે છેલ્લી વખત 2018 માં ભારતીય ટીમ એડિલેડમાં રમી હતી. પ્રથમ ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થયું છે પરંતુ તે પહેલાં તમારે આ મેદાન પર ભારતના આંકડા જાણવા જોઈએ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનાં મેદાનમાં એડિલેડમાં કુલ 12 મેચ રમી છે અને માત્ર બે વાર વિજયનો સ્વાદ ચાખ્યો છે. તેને સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે. લાલા અમરનાથ, બિશનસિંહ બેદી, ચંદુ બોર્ડે, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, મોહમ્મદ અઝરુદ્દીન, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, વીરેન્દ્ર સહેવાગ અને વિરાટ કોહલીએ આ મેદાન પર ભારતની કેપ્ટનશીપ સંભાળી છે. વિરાટ કોહલીએ અહીં સૌથી વધુ મેચ એટલે કે 2 મેચની કેફ્ટનશીપ કરી છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા: જો બર્ન્સ, મૈથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરુન ગ્રીન, ટીમ પેન, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લોયન, જોશ હેઝલવુડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.