રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1160 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન કોરોનાની સારવાર બાદ 1384 દર્દીઓ રિકવર થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 31 હજાર 73 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક 4203 થઈ ગયો છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 2,14,223 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5 દર્દીના મૃત્યુ થયા છે. આ સિવાય સુરત શહેરમાં બે, અમરેલીમાં એક, રાજકોટ શહેરમાં એક અને વડોદરામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીમાં વધુ 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં હવે કુલ મૃત્યુઆંક 4203 થઈ ગયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 230 કેસ સામે આવ્યા છે. આ સિવાય સુરત શહેરમાં 143, વડોદરામાં 107, રાજકોટ શહેરમાં 104, મહેસાણામાં 44, વડોદરા ગ્રામ્ય 42, બનાસકાંઠા 33, ગાંધીનગર અને ખેડા 32-32, પંચમહાલમાં 31, રાજકોટ ગ્રામ્ય 27, સુરત ગ્રામ્ય 26, જામનગર શહેર 25, ગાંધીનગર શહેર 21, આણંદ 20, ભાવનગર શહેર 20, કચ્છ 19, સાબરકાંઠામાં 19 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12647 છે. જેમાં 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 4203ના અત્યાર સુધી મૃત્યુ થયા છે. સારવાર બાદ 214223 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 92.71 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 હજાર 864 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે રાજ્યમાં 5 લાખ 32 હજાર 969 લોકો ક્વોરેન્ટાઇન છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 88 લાખ 35 હજાર 130 ટેસ્ટ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.