દેશમાં યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા 1 જાન્યુઆરીથી કોઇને પણ પેમેન્ટ કરવું મોંઘું સાબિત થશે. તેના માટે યૂઝર્સને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI) એ 1 જાન્યુઅરીથી યૂપીઆઇ પેમેન્ટ સર્વિસ પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં એનપીસીઆઇએ નવા વર્ષે થર્ડ પાર્ટી એપ ઉપર 30 ટકાની કેપ લગાવી દીધી છે. NPCIએ આ નિર્ણય ભવિષ્યમાં કોઇ પણ થર્ડ પાર્ટી એપની મોનોપોલી રોકવા અને તેને સાઇઝ મુજબ મળનાર વિશેષ ફાયદાને રોકવા માટે કર્યો છે.

જાણો કંઈ એપ્સ વડે પેમેન્ટ કરતાં પડશે અસર : ફોન પે, ગૂગલ પે, અમેઝોન પે જેવી થર્ડ પાર્ટી એપ્સ વડે પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. તો બીજી તરફ પેટીએમ જેવી એપ પર એનપીસેઆઇએ કેપનો વધારાનો ચાર્જ લગાવ્યો નથી.

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં દર મહિને 200 કરોડ યૂપીઆઇ લેણદેણ થઇ રહી છે. UPI લેણદેણ વિભિન્ન પેમેન્ટ એપ્સના માધ્યમથી થઇ રહી છે. સરકારનું કહેવું છે કે આગામી દિવસોમાં દેશમાં યૂપીઆઇ લેણદેણનો આંકડો વધુ વધશે. આ ડિજિટલ ભારતના લક્ષ્યના સારા સંકેત છે, પરંતુ એવામાં UPI લેણદેણના કેસમાં કોઇ થર્ડ પાર્ટીના એકાધિકારની પણ ગુંજાઇશ છે, જોકે આ દિશામાં ઠીક નથી.