મુંબઈ: ૨૦૨૦માં ભારતની સૌથી અગ્રતા અપાતી ઈલેક્ટ્રિક કાર ધ TATA નેક્સોન EVએ ૨૦૦૦ યુનિટ્સના વેચાણની સિદ્ધિ પાર કરી છે. લોન્ચ કર્યાના લગભગ ૧૦ મહિનામાં નેક્સોન EVનું વેચાણ નવેમ્બર ૨૦૨૦ના રોજ ૨૨૦૦ યુનિટ્સ સુધી પહોંચ્યું છે, જે પર્સનલ કાર સેગમેન્ટમાં EV માટે વધતી માગણીનો સંકેત છે.

આ વર્ષે ઓગસ્ટમાં 1000મી નેક્સોન EV રજૂ કર્યા પછી ૩ મહિના વિક્રમી સમયમાં વધુ ૧૦૦૦ યુનિટ્સના વેચાણનો આંકડો પાર કર્યો છે. આકર્ષક મૂલ્ય પરિમાણ સાથે નેક્સોન EV ભારતમાં સૌથી ઉત્તમ વેચાતી ઈલેક્ટ્રિક કાર તરીકે ઊભરી આવી છે. TATA મોટર્સ ૭૪ ટકા બજાર હિસ્સા સાથે EV સેગમેન્ટમાં આગેવાન છે. આ સિદ્ધિ ભારતની પોતાની ઈલેક્ટ્રિક SUV TATA નેક્સોન EV માટે ગ્રાહકો પાસેથી મજબૂત પ્રતિસાદનો દાખલો છે.

TATA મોટર્સના પેસેન્જર વેહિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે અમારે માટે અને ભારતમાં EV અપનાવવા માટે ગતિ આપવાના અમારા પ્રવાસમાં અમારી સાથે કામ કરનારા માટે આ બહુ જ ગૌરવજનક અવસર છે. TATA નેક્સોન EV લોન્ચ કરાઈ ત્યારથી જ આખા રાષ્ટ્રમાં ધ્યાન ખેંચ્યું છે અને ઈલેક્ટ્રિક વેહિકલ સેગમેન્ટ માટે સતત આગેવાની કરી છે.

રોમાંચક પરફોર્મન્સ શૂન્ય ઉત્સર્જન સાથે કનેક્ટેડ ડ્રાઈવ અનુભવ અને આકર્ષક કિંમતે નેક્સોન EVએ તેના ગ્રાહકોમાં વ્યાપક સ્વીકાર મેળવ્યો છે. EV પ્રત્યે વધતી જાગૃતિ વધતું ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોત્સાહનજનક સરકારી પ્રોત્સાહનો, EV આસપાસની ખોટી માન્યતાઓ દૂર કરાતાં અને સૌથી મહત્ત્વપૂર્ણ તે પ્રદાન કરે છે બેજોડ લાભો એટલે કે ઓછો સંચાલન ખર્ચને લીધે માગણીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત નોંધણી અને રોડ ટેક્સ પર લાભો જેવાં પ્રોત્સાહનોની દષ્ટિએ સરકાર પાસેથી એકધાર્યા ટેકાને લીધે અમને આશા છે કે EV ભારતમાં ગ્રાહકો માટે સૌથી ઈચ્છનીય અને મુખ્ય પ્રવાહની પસંદગી બની રહેશે.

ભારતમાં EV અપનાવવાનું વધારવા માટે TATA મોટર્સે સુચારુ EV વાતાવરણ નિર્માણ કરવા માટે અન્ય TATA ગ્રુપની કંપનીઓની શક્તિ અને અનુભવનો નિકટતાથી લાભ લેતા પરિપૂર્ણ ઈ-મોબિલિટી ઈકોસિસ્ટમ TATA યુનિઈવર્સ પણ રજૂ કરી છે. TATA યુનિઈવર્સ દ્વારા પાવર્ડ ગ્રાહકો ચાર્જિંગ નિવારણો, ઈનોવેટિવ રિટેઈલ અનુભવો અને સરળ ફાઈનાન્સિંગ વિકલ્પો સહિત ઈ-મોબિલિટીની ઓફરોની શ્રેણીને પણ ધરાવે છે. ભારતમાં મોબિલિટીનું ભવિષ્ય ઈલેક્ટ્રિક છે અને TATA મોટર્સની પ્રોડક્ટો ભવિષ્યના ગ્રાહકોને પહોંચી વળવા માટે ઉત્તમ સ્થાનબદ્ધ છે.