પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1540 કેસ નોંધાયા છે. જેની સામે 1427 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4031 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 214309 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,913 છે. આજે રાજ્યમાં કુલ 69,735 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 314, અમદાવાદ જિલ્લામાં 22, સુરત શહેરમાં 207, સુરત જિલ્લામાં 39, વડોદરા શહેરમાં 142, વડોદરા જિલ્લામાં 42 , રાજકોટ શહેરમાં 93, રાજકોટ જિલ્લામાં 48, ગાંધીનગર શહેરમાં 25, ગાંધીનગર જિલ્લામાં 47, પાટણમાં 42, ખેડામાં 39, બનાસકાંઠામાં 36, કચ્છમાં 30 સહિત કુલ 1540 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 13 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 9, સુરતમાં 2 જ્યારે રાજકોટ અને વડોદરામાં 1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 302, અમદાવાદ જિલ્લામાં 21, સુરત શહેરમાં 235, સુરત જિલ્લામાં 53, વડોદરા શહેરમાં 165, વડોદરા જિલ્લામાં 36 , રાજકોટ શહેરમાં 91, રાજકોટ જિલ્લામાં 39, મહિસાગરમાં 42, ગાંધીનગર શહેરમાં 29, ગાંધીનગર જિલ્લામાં 40 સહિત કુલ 1427 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 14,913 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,817 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,95, 365 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.