વર્તમાન સમયમાં ૧લી ડિસેમ્બરથી દેશમાં કેટલાક નવા નિયમો અમલી બનવા જઇ રહ્યા છે. ત્યારે નિયમોની જાણકારી મેળવી લેવી જરૂરી છે. વ્યક્તિના સામાન્ય જીવનને તે પ્રભાવિત કરી શકે છે. ૧લી ડિસેમ્બરથી બેંક ગ્રાહકો રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટની સુવિધા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ૧ ડિસેમ્બર ૨૦૨૦થી RTGS ટ્રાન્ઝિક્શનની સુવિધા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. કોરોનાકાળમાં ઓનલાઇન વ્યવહારોમાં મોટો વધારો થયો છે.

ભારતીય રિઝર્વ બેન્ક આ પહેલાં NFT નિયમોમાં પણ ફેરફાર કરી ચૂકી છે. NEFT ડિસેમ્બર ૨૦૧૯થી ૨૪ કલાક ઉપલબ્ધ છે. RTGSના વર્તમાન નિયમો મુજબ બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં મહિનાના તમામ ર્વિંકગ ડે દરમિયાન સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી RTGSની મદદથી ફંડ ટ્રાન્સફર થઇ શકે છે.

૧લી ડિસેમ્બરથી હવે ૨૪ કલાક આ સુવિધા ઉપલબ્ધ રહેશે. કોરોના સંકટને કારણે અનેક રૂટ પર હજી ટ્રેન પરિવહન સામાન્ય નથી થઇ શક્યું. પરંતુ હવે રેલવે તરફથી ૧લી ડિસેમ્બરથી અનેક રૂટ પર રેલવે પરિચાલન શરૂ થશે. બીજી તરફ પોસ્ટ બચત ખાતા માટે કેન્દ્ર સરકારના નવા નિયમો અમલી બનવા જઇ રહ્યા છે. તે નિયમો મુજબ ખાતાધારકે હવે ખાતામાં લઘુતમ ૫૦૦ રૂપિયાની સિલક રાખવી પડશે. લઘુતમ રકમ ખાતામાં ના રહે તો ખાતાધારકે મેન્ટેનન્સ ચાર્જ ભરવો પડશે.

પંજાબ નેશનલ બેન્કએ ૧લી ડિસેમ્બરથી રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર અમલી બનાવવા જાહેરાત કરેલી છે. બેન્કનું કહેવું છે કે નવા નિયમો ખૂબ સુરક્ષિત રહેશે. ૧લી ડિસેમ્બરથી PNB વન ટાઇમ પાસવર્ડ આધારિત રોકડ ઉપાડ સુવિધા અમલી બનાવવા જઇ રહી છે. PNB તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ એકવારમાં રૂપિયા ૧૦,૦૦૦થી વધુ રકમનો ઉપાડ હવે OTP આધારિત રહેશે. PNB બેન્કના નવા નિયમો ૧લી ડિસેમ્બરે રાતે આઠથી માંડીને સવારે આઠ વાગ્યા સુધીમાં અમલી બનશે. તે પછી ઉપાડ માટે OTP જરૂરી હોવાથી ગ્રાહકો પોતાના મોબાઇલ સાથે લાવવા પડશે. આ ભારતીય રિઝર્વ બેન્કના આ નિર્ણય પર લોક્જનોનો શું જનમત હશે એ આવનારો સમય બતાવશે.