નવી દિલ્હીઃ હાલમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે કિસાન દિલ્હી-હરિયાણાની સરહદ સિંધુ બોર્ડર અને દિલ્હીના નિરાકારી સમાગમ મેદાનમાં હાજર છે અને પોતાની માંગોને લઈ પ્રદર્શન કરી રહ્યાં છે. કિસાનોને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. અને એમાં બોલીવુડ સેલિબ્રિટી પણ કિસાનોના સપોર્ટમાં આવ્યા ના વાવડ મળી રહ્યા છે. મળતી ખબર પ્રમાણે કોમેડિયન કપિલ શર્માએ કિસાનોને સમર્થન આપતા ટ્વીટ કર્યુ છે.
કપિલ શર્માએ તેના પર ટ્વીટ કરતા કહ્યુ, ‘કિસાનોના મુદ્દાને રાજકીય રંગ ન આપતા વાતચીતથી આ મુદ્દાનો હલ કાઢવો જોઈએ. કોઈપણ મુદ્દો એટલો મોટો નથી હોતો કે વાતચીતથી તેનો હલ ન નિકળે. અમે બધા દેશવાસી કિસાન ભાઈઓની સાથે છીએ. આ આપણા અન્નદાતા છે.
છેલ્લા બે-ત્રણ દિવસોમાં બીજા સેલિબ્રિટી અને પંજાબી સિંગર કિસાન આંદોલનને પોતાનું સમર્થન આપી ચુક્યા છે. તેમણે પણ ટ્વીટ કરીને કિસાનોનો જુસ્સો વધાર્યો છે. તો બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરે પણ કિસાનોના સમર્થનમાં પોતાના ટ્વીટ કર્યા હોવાનું આપણને જાણમાં છે.
મશહુર પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ કહ્યુ, ‘સરકારે કિસાનો સાથે બેસવુ જોઈએ અને કોઈ સમાધાન કાઢવુ જોઈએ. અમે બધા કિસાન પરિવારમાંથી છીએ અને અમારા પ્રિય કિસાનોની સાથે છીએ.’ આ પહેલા સિંગર-એક્ટર દિલજીત દોસાંજએ પણ કિસાનોનું સમર્થન કર્યુ અને પ્રદર્શનની તસવીર શેર કરતા કહ્યુ હતુ, બાબા સબ ઠીક રખે. કિસીકો કોઈ નુકસાન ન હો.
આ આંદોલન નવા કૃષિ બિલ ૨૦૨૦ કૃષિ સાથે જોડાયેલ ત્રણ વિભિન્ન બિલને લઈને છે. જેને સપ્ટેમ્બર ૨૦૨૦ના સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું. સંસદમાં પસાર થયા બાદ પણ તેને લઈને ધમાલ શરૂ થઈ. સોશિયલ મીડિયા પર પણ મોદી સરકારને ઘેરવામાં આવ્યા હતા. હાલમાં કિસાન દિલ્હીની સરહદ પર ૨૬ નવેમ્બરથી પ્રદર્શન કરી રહ્યા છે.