સુરત: શહેરમાં ગુના અટકાવવાના પોલીસ અવાર નવાર દાવાઓ કરતી હોય છે. જ્યાં પોલીસને જે દારૂના અડ્ડા પર પ્રજા દ્વારા દરોડા કરવામાં  આવી રહ્યા છે અને આવી જ એક રેડ સુરતમાં મહિલા ધારાભ્યની ઓફીસ નજીક કરવામાં આવી હતી. આ દરોડામાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો. જે રોષે ભરાયેલા લોકોએ સળગાવી દીધો હતો.

સુરત જીલ્લાના સુભાષનગરના કેટલાક મકાનોમાં આનંદ મરાઠે ઉર્ફે લંગડો અને ગણેશ પાટીલ ઉર્ફે કાંદા દ્વારા મોટા પાયે દેશી દારૂનુ વેચાણ કરવામાં આવે છે. ગઈકાલે સવારે લિંબાયતના PI એચ.બી ઝાલાને સુભાષમગરના રહીશોએ દારૂના અડ્ડાઓ બંધ કરવા રજુઆત કરી હતી. સાંજે લિંબાયત પોલીસે સુભાષનગરમાં દરોડો પાડયા હતા. ત્યારે પોલીસની સાથે સ્થાનિકો આગેવાનો અને સોસાયટીના રહીશો દ્વારા સુભાષનગરમાં આનંદ અને ગણેશના ઘરે સાથે રહી દરોડા પાડયા હતા. દરોડામાં સેંકડો લીટર દારૂ મળી આવ્યો હતો. જેમાં પોલીસે દારૂ લઇ ગયા બાદ આરોપીઓ આનંદ અને ગણેશ પણ ઝડપી પાડયો હતો. જો કે પોલીસનાં ગયા બાદ લોકોએ ફરી આસપાસના વિસ્તારોમાં તપાસ આદરી હતી.

જેમાં દેશી દારૂના ડ્રમ મળી આવ્યા હતા. આ ડ્રમ બાબતે જનતાએ પોલીસને અંધારામાં રાખી દારૂના ડ્રમ ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફીસે લઇ જઇને સળગાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે લિંબાયતમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં મહિલાઓ પણ પોલીસ મોટા પ્રમાણમાં જોડાયેલી જોવા મળતી હતી.