રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ હાલના થોડા દિવસો દરમિયાન ઓછું નોધાયું રહ્યું છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ ૧૨૮૧ દર્દીઓ તપાસમાં સામે આવ્યા હતા. તો બીજી તરફ ૧૨૭૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં આજે ૮ લોકોના કોરોનાથી મોત થયા જે દુ:ખદ છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક ૧,૯૧,૬૪૨ પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ ૧,૭૫,૩૬૨ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૩,૮૨૩ની વિગતો મળે છે.

ગુજરાત સરકાર કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ ૫૪,૨૫૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૩૪.૭૧ ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬૯,૭૮,૨૪૯ ટેસ્ટ કરવામાં આવ્યા ચુક્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૧૨૮૧ કેસ નોંધાયેલા છે. આજ રોજ ૧૨૭૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યાની ખુશી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧,૭૫,૩૬૪ દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો ૯૧.૫૦ ટકા છે.

પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૮૯ ૨૨૨ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૮૯,૧૩૬ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૮૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

હાલમાં જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૨,૪૫૭ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૮૩ છે. જ્યારે ૧૨,૩૭૪ લોકો સ્ટેબલ છે. ૧,૭૫,૩૬૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩,૮૨૩ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૮ લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરત કોર્પોરેશનમાં ૨, અમદાવાદમાં ૧ અને પાટણમાં ૧ સહિત કુલ ૮ લોકોનાં મોત નિપજ્યાં છે.