સુરત, ૧૮ નવેમ્બર આજે બપોરે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પીટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે ફરજ પરના સિક્યુરીટી ગાર્ડે લોકોનું ધ્યાન દોર્યું હતું અને તેણે જ બુમાબુમ કરીને લોકોને સજાગ કર્યા હતા, તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દેવામાં આવી હતી. જેથી ઝડપથી પરિસ્થિતિને કાબુમાં લઇ શકાય.

 

સુરતના સ્થાનિક ફાયર બ્રિગેડમાં સમાચાર મળતાની સાથે જ ત્રણ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવવા લાગ્યા હતા અને ત્યાં આજુબાજુમાં રહેલા રાહદારીઓ અને ટીઆરબીના જવાનોએ તથા ફાયરના જવાનો અને હોસ્પીટલના સ્ટાફે ભેગા મળીને બીજા માળે ICU માં રહેલા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

 

હોસ્પિટલના અધિકારીક સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે કેટલાય દર્દીઓને ગ્લુકોઝના બાટલા સાથે જ અને કેટલાય પેશન્ટોને ઓક્સીજનના બાટલા સાથે હોસ્પીટલમાંથી બહાર કાઢીને બીજી હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. થોડી વારમાં જ ઈમરજન્સી વોર્ડમાં આગના લીધે કાળા ધુમાડો ફેલાઈ ગયો હતો.

 

જેમાં ખુબ દુર્ગંધ મારતી હતી, ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગનાં લીધે દર્દીઓ અને તેમનાં સગાંમાં ભાગમભાગ મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગના જવાનો, નર્સિગ સ્ટાફ, આજુબાજુના રાહદારીઓ એ ભેગા મળીને બધા દર્દીઓને બચાવી લીધા હતા. આમ હોસ્પિટલના ફરજમંદ અધિકારીઓના સુઝબુઝ ભર્યા નિર્ણય અને કાર્યાત્મક પગલાંને લઈને મોટી જાનહાની થતા અટકી હતી.