દક્ષિણ ગુજરાત : તાપી જિલ્લાના અંતરિયાળ છેવાડાના ગામના ખેડૂત ઘ્વારા બ્લેક ચોખાનું સફળ રોપણ કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અતિ ગુણકારી એવા કાળા ચોખાની ખેતી કરી રહેલ ખેડૂતોની માગ છે કે તેમને આ માટે વિશેષ બજાર મળી રહે જેથી તેનું વેચાણ યોગ્ય રીતે કરી શકાય. આણંદ જિલ્લામાં પણ ઘણા ખેડૂતો કાળા ચોખાની ખેતી કરે છે.
વર્ષોથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અલગ અલગ પ્રકારના ડાંગરની ખેતી કરતા આવે છે, ત્યારે મૂળ તાપી જિલ્લામાં રહેતા અને મહુવાના આંતરિયાળ ગામે ખેતીના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા ખેડૂત યુજીસ દરબાર નામના ખેડૂતે આ વખતે ૧ વિઘામાં બ્લેક રાઈસનું બિયારણ છત્તીસગઢથી લાવી રોપાણ કર્યું અને તેમાં મહદઅંશે સફળતા મેળવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ બ્લેક રાઈસનો ઉતાર અન્ય ડાંગર કરતા ઓછો આવે છે પણ આ બ્લેક રાઈસ બજારમાં ૪૦૦ રૂપિયે કિલો છૂટક વહેંચાય છે. જેને પગલે ખેડૂતને સારી એવી આવક મળી રહે છે તો આરોગ્ય સંદર્ભી વાત કરીએ તો ખુબ જ ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબીટીસ, બ્લડપ્રેશરના દર્દીઓ માટે અત્યંત લાભદાયક હોવાનું પણ માનવામાં આવે છે.
બ્લેક રાઈસમાં મહદ અંશે ઓક્સિજનનું પ્રમાણ, વિટામીન ડી, કેલ્શિયમ અને ફાયબરની માત્રાથી ભરપૂર હોવાને લઈ સ્વાસ્થ્ય માટે અતિ પૌષ્ટિક હોવાનું મનાય છે. હવે આ તાપી જીલ્લાના સફળ ખેડૂતની કાળા ચોખાની ખેતી પરથી પ્રેરણા લઇ અન્ય દક્ષિણ ગુજરાતના જીલ્લાના ખેડૂતોએ પણ આ બ્લેક રાઇસની ખેતી કરવાનો નિર્ણય લેવો જોઈએ જેથી ડાંગર ઉત્પાદન ભલે ઓછું થાય પરંતુ આવક બમણી મળી રહે