સુરત જીલ્લાના સરથાણાના નેચર પાર્કમાં ૫ વર્ષના વહાણા બાદ સિંહની જોડી આવતા નેચર પાર્કની શોભામાં વધારો થયો છે. આગામી વર્ષમાં પાલિકાના નેચર પાર્કમાં સફેદ વાઘ યુગલ આકર્ષણનું કેન્દ્ર બનશે. જો તમામ પ્રક્રિયાઓ સારી રીતે પાર પડશે તો ઉનાળાના વેકેશન દરમિયાન વ્હાઇટ ટાઇગર સુરતની શાનમાં વધારો કરશે. રાજકોટ ઝુમાંથી જ વ્હાઇટ ટાઇગર મેળવવામાં આવશે. આ અંગેની મૌખિક મંજુરી લઇ લેવામાં આવી છે. થોડા જ સમયમાં પાલિકા દ્વારા કાગળ પરની કાર્યવાહી ચાલુ દેવાશે.

     મળતી માહિતી મુજબ આ વર્ષ દરમિયાન પાલિકાના નેચર પાર્કમાં સફેદ વાઘ યુગલ આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજકોટ ઝુ દ્વારા બેલાઇ છત્તીસગઢથી વ્હાઇટ ટાઇગર મેળવવામાં આવ્યા હતા. બ્રિડિંગ બાદ તેને ૬ થી ૮ બાળકો થતા હોવાનું પાલિકાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પાલિકાના અધિકારીઓ અનુસાર રાજકોટ ઝુ પાસે વ્હાઇટ ટાઇગર એપ્રોચ માટે ૪ જળ બિલાડીઓ માંગી હતી. છત્તીસગઢનાં નવા રાયપુર દ્વારા મંજુરી મળતા નેચર પાર્કમાં સિંહની જોડી આખરે પાંચ વર્ષ બાદ આવી છે.

     ઉલ્લેખનીય છે કે જિનેટિકલી મોડીફાઇ થઇને વ્હાઇટ ટાઇગર બન્યા છે. નોર્મલ ટાઇગરમાં પણ ૮૦ ટકા જીન હોય તો એક નોર્મલ અને એક બીજુ બચ્ચુ વ્હાઇટ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ ટાઇગર માટે ખાસ તકેદારી રાખવી પડે છે. તે ઠંડા વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા હોવાના કારણે ખાસ તકેદારી રાખવી પડતી હોય છે. પાલિકાના આ નિર્ણય પર સ્થાનિક જનમત મોટા પ્રમાણમાં સકારાત્મક જોવા મળી રહ્યું છે.