આહવાના ગિરિમથક સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ થવા સાથે મોતનું કારણ અકબંધ રહેતા પોલીસ તપાસનો વિષય બનવા પામ્યો છે.

    સુત્રો પાસેથી મળેલી વિગત અનુસાર ગિરિમથક સાપુતારાના સનરાઈઝ ડુંગર પર શુક્રવારે રાત્રે કોઈ અજાણ્યો ઇસમ નાયલોનની દોરી સાથે ગળેફાંસો લગાવી રેલિંગમાં લટકી મોત નિપજતા સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાય જવા પામી હતી. મૃતકની લાશના ફોટો સોસીયલ મીડિયા સહિત પોલીસ સ્ટેશનમાં ફરતા થતા મૃત્યુ પામનાર સુરત જિલ્લાના  ઉમરપાડા તાલુકાના રહેવાસી ૩૫ વર્ષીય લક્ષ્મણભાઈ રમણભાઈ વસાવા હોવાનું સામે આવ્યું છે આ મૃતકની ઓળખ  મૃતકના પરિવારે કરવામાં આવી ચુકી છે જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી લાશનું પીએમ કરી પરિવારને સોપી હતી.

   લક્ષ્મણભાઈ વસાવા નામનો આ યુવક સુરત ખાતે છૂટક મજૂરી તેમજ ડ્રાઇવરનું કામ કરતો હોય તે સાપુતારા કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત કે અપમૃત્યુ થયું તેનાથી પરિવાર અજાણ હોવાનું જણાવ્યું હતું. સાપુતારા પોલીસે મૃતકની લાશનું FSL સહિત પીએમ રિપોર્ટ આવ્યા બાદ મરણનું ભેદ જાણી શકાશે, એમ તપાસકર્તા PSI એમ.એલ.ડામોરે જણાવ્યું હતું. આવનાર સમયમાં આ ઘટનાની સત્ય હકીકત બહાર આવશે એમ પોલીસે વિશ્વાસ દાખવ્યો છે.