આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રો રો ફેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઈ-લોકાર્પણ કરતાં PM મોદીએ જણાવ્યું હતુ કે, ટ્રાન્સપોર્ટના એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. આજથી ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રીના હસ્તે થશે વર્ચ્યુઅલ શુભારંભ થયો છે. અત્યાર સુધી 8 હજાર પ્રવાસીઓએ બુકીંગ કરાવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ સરળ બનશે.

    વડાપ્રધાન મોદીનાં ડ્રીમ પ્રોજજેક્ટ હજીરા-ઘોઘા રોરો ફેરી સર્વિસની શુભ શરૂઆત આજથી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ છે.

     હજીરા ખાતેના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેંદ્રીય શિપીંગ મંત્રી મનસુખ માંડવિયા સામેલ થયા છે. આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સંકટ વચ્ચે પણ ગુજરાત અને દેશનો વિકાસ અટક્યો નથી આપણે વિકાસના નવા છોગા ઉમેરી રહયા છીએ. આ રો-પેક્સ સર્વિસથી વિકાસની વધુ એક કડી ઉમેરાણી છે.

    આ પ્રોજેક્ટ લોકો માટે કેટલો ઉપયોગી સાબિત થશે અને રાજ્ય સરકાર આ યોજનાથી પોતાનું આર્થી ભંડોળ કેટલા પ્રમાણમાં ઉભું કરી શકશે એ તો આવનારો સમય જ બતાવશે સરકારે લીધેલા આ નિર્ણયથી ગુજરાતનું કે દેશનું જનમત કેટલું સંમત છે એ જોવું રસપ્રદ રહશે.