લોકડાઉનના નિયમો હળવા થયા છે ત્યારે આપણે લોકડાઉનના નવા સામાન્ય જીવનમાં પ્રવેશી રહ્યા છીએ આ સમયમાં ઝી ટીવીએ તેના પ્રસિદ્ધ શોનું શૂટિંગ શરૂ કરીને દર્શકોને તેમના ચહિતા પાત્રોના પ્રવાસમાં ફરીથી જોડી દીધા છે. કુંડલી ભાગ્ય, જે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગના ટોચના શોમાંનો એક છે, તેને પણ કમબેક બાદ તેના રસપ્રદ વણાંકથી દર્શકોને જકડી રાખ્યા છે.

     સ્ટોરીમાં કરણ અને પ્રિતાના લગ્નના નાટકે દર્શકોને તેની સીટની ધારે જકડી રાખ્યા છે. ખરેખર તો પવનના નવા પ્રવેશએ પ્રિરનના જીવનમાં તોફાન મચાવ્યું છે, કેમકે, તેને માહિરાની મદદથી પ્રીતાનું અપહરણ કરી રહ્યા છે. અપહરણના સિકવન્સ બાદ અને નાટ્યની આસપાસ દર્શકો માટે એક મીઠડો અને રોમાન્ટિક ટ્રીટ છે, કારણકે, કરણ- પ્રિતાએ તેના રોમાન્ટિક ડાન્સ સિકવન્સથી દરેકને અવાક કરી દીધા છે. જ્યારે દર્શકો કરણ અને પ્રિતાની ઓનસ્ક્રીન જોડીને પસંદ કરી રહ્યા છે, ત્યારે વધુ એક ઓનસ્ક્રીન જોડીએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. જે છે સૃષ્ટિ અને સમીરની જોડી. આ જોડી અત્યંત હોટ લાગી રહી છે અને તેમની વચ્ચેની કેમિસ્ટ્રી દર્શકોને જોવી ગમે એવી છે, જ્યારે તેઓ ઓનસ્ક્રીન ખૂબ જ સારુ જોડાણ માણી રહ્યા છે. શરૂઆતમાં તેઓ જરા પણ મૈત્રીપૂર્ણ રહ્યા ન હતા. તેમના સંબંધની શરૂઆત અત્યંત પ્રોફેશનલ રીતે થઈ હતી, તેઓ લગભગ 1 વર્ષ બાદ મિત્રો બન્યા, મોડેથી આ જોડીની વચ્ચે ખૂબ જ સારું જોડાણ રહ્યું અને તેઓ અત્યંત નજીકના મિત્રો બની ગયા.

    અભિષેક કપૂર, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં સમીરનું પાત્ર કરી રહ્યો છે, તે કહે છે, “મને અંજુમ માટે ખૂબ જ આદર છે. મને યાદ છે જ્યારે કુંડલી ભાગ્ય માટે તેની સાથેનો મારો પ્રથમ સીન શૂટ કર્યો, હું અત્યંત ચિંતિત હતો, તેને મને ખૂબ જ સરળ બનાવ્યો. શરૂઆતમાં અમારું જોડાણ પ્રોફેશનલ સુધી મર્યાદિત હતું અને અત્યંત સામાન્ય સંયોજન હતું. અંજુમ અને મેં શૂટિંગ શરૂ કર્યાના લગભગ 6થી 7 મહિના સુધી મિત્રો ન’તા બન્યા. અમને એકબીજાની સાથે જરા પણ હેંગઆઉટનો મોકો ન’તો મળ્યો. જો કે, અમારી મિત્રતા કુંડલી ભાગ્યના બીજા વર્ષ દરમિયાન મજબુત બની હતી, કેમકે, અમે એકબીજાને વધુ જાણતા તથા એકબીજાની સાથે વધુ સમય વિતાવતા થયા. મેં અંજુમની સાથે હવે ઓફ-સ્ક્રીન ઘણો સમય વિતાવ્યો છે અને અમે હવે એકબીજાનો સાથ માણીએ છીએ અમે શ્રેષ્ઠ મિત્રો છીએ.

     અંજુમ ફકિહ ઉમેરે છે, “અભિષેક, હું માનું છું કે એક વ્યક્તિ તરીકે એ અત્યંત અંતર્મુખી છે અને તે કોઈની સાથે સરળ થવા મટે સમય લે છે, ખાસ તો, નવા વાતાવરણમાં. હું તેનાથી સંપૂર્ણ વિરોધાભાષી છું, તેનઆથી અમારા બંને વચ્ચેની પરિસ્થિતિ સામાન્ય થતા થોડો સમય લાગ્યો. શરૂઆતમાં અમે જ્યારે હેંગઆઉટ માટે ન’તા જતા, ત્યારે મને તેના માટે ખૂબ જ આદર અને પ્રેમ હતો અને હું તેની સાથે કામ કરવાનું પસંદ કરતી હતી. તે ખરેખર એક શ્રેષ્ઠ કલાકાર છે અ તે સમીરના પાત્ર માટે સંપૂર્ણ યોગ્ય છે. હું જરૂરથી કહીશ કે, અમારી વચ્ચેનું જોડાણ સમયની સાથે ઓફસ્ક્રીન પણ મજબુત થઈ રહ્યું છે અને હું અભિષેકની કંપનીને ખૂબ જ માણી રહી છું. તે અત્યંત મનોરંજક અને મસ્તીથી ભરેલો છે અને હું તેને મારા નજીકના મિત્રોમાંનો એક ગણું છું.”

    જ્યારે અંજુમ અને અભિષેક ઓફસ્ક્રીન જોડાણ અને કુંડલી ભાગ્યમાં તેમનું સંયોજન દિવસેને દિવસે વધુ મજબુત બની રહ્યું છે. ત્યારે પ્રિરનના લગ્ન બાદ, હવે જોઈએ કે, સૃશ્મીરના જીવનમાં શું થાય છે? વધુ જાણવા માટે જોતા રહો, કુંડલી ભાગ્ય, દર સોમવારથી શનિવાર, રાક્ષે 9.30 વાગે ફક્ત ઝી ટીવી પર!