નવસારી શહેરમાં આગામી દિવસોમાં ગેરકાયદે બાંધકામ તથા પાલિકામાં થતા ખોટા કામ સામે કોંગ્રેસે ચળવળ ચલાવવાની જાહેરાત કરી હતી. નવસારી પાલિકાની કામગીરી પાલિકાના કામકાજના સમય દરમિયાન પાલિકા કચેરીમાં નહી પણ કાલીયાવાડી વિસ્તારમાં એક બિલ્ડરની ઓફિસમાં ચાલતી હોવાની બાતમીના આધારે ગુરૂવારે કોંગ્રેસે ઉક્ત સ્થળે પહોંચી ત્યાં હાજર પાલિકાના CO સામે કોંગ્રેસ પ્રમુખે સવાલોનો મારો ચલાવ્યો હતો અને બિલ્ડર સાથે પણ કોંગ્રેસીઓનો કલેશ થયો હતો.

    આ સંદર્ભમાં ગઈકાલે કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી હતી. જ્યાં પત્રકારોને નવસારી કોંગ્રેસ પ્રમુખ નીરવ નાયક, પ્રમુખ પ્રવિણ દેસાઈએ જણાવ્યું કે, નવસારીમાં જે ગેરકાયદે બાંધકામોની આકારની કાયદા મુજબ થવી જોઈએ. અમને માહિતી મળી છે કે બિલ્ડરો પાસે મોટા પ્રમાણમાં પૈસા મંગાઈ રહ્યા છે. બીજું કે આકારણી તો કરાય પણ આ બાંધકામો ગેરકાયદે હોય તો પગલાં શુ લેવાયા તે જાણકારી મંગાશે. ગેરકાયદે બાંધકામો સામે માત્ર નોટીસ જ અપાઈ કે દૂર કરવા કોઈ પગલાં લેવાયા તે પૂછવામાં આવશે. જોકે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ આગેવાનોએ માત્ર આક્ષેપબાજી કરી હતી. પુરાવા આપ્યા ન હતા.